Friday 30 November 2018

જો તમે મને બે તમાચા નાં માર્યા હોત તો આજે હુ અહિયાં સુધી નાં પહોંચ્યો હોય

વાર્તા:::::""વેઇટર""

લેખક::: કિશોર લકુમ


                             ભગો આજે સવારથી ગામનાં પાદરે તેનો ભાઈબંધ જગો આવવાનો હતો તેની રાહ જોતો હતો. આ જગો આજે શહેરમાં કોઈ મોટી હોટેલમાં મોટો સાહેબ બની ગયો હતો. આમ પણ ભગાનું આ દુનિયામાં ભગવાન અને જગા સિવાય કોઈ હતુ નહીં. ભગાની માં તેને જન્મ આપીને ભગવાન પાસે ચાલી ગઇ હતી. તેનાં બાપને પણ દારૂની લત લાગી ગઇ હોવાથી તે પણ થોડા વર્ષોમાં તેની મા પાસે ચાલ્યો ગયો. ભગો ચાર ચોપડી ભણી મજૂરી કરવા લાગ્યો. ભગો પણ ભણવામાં હોશિયાર હતો. ત્રીજા ધોરણમાં તેનો પહેલો નંબર આવતાં સાહેબે તેને એક હનુમાનજીની મુર્તિ ભેટ આપી હતી. જે ભગો હમેંશા તેની સાથે જીવની જેમ સાચવીને રાખતો હતો. તેનો ભાઈબંધ જગો ક્યારેક તેનાં માટે ઘરેથી જમવાનું લાઇ આવતો.તો ક્યારેક મંદિરમા તો કયારેક દુકાનેથી લાઇ કાંઈક કટુંક બટુક કરી લઇ દિવસો કાઢતો હતો.
                           ધીમે ધીમે ભગો૧૮ વર્ષનો જુવાન થયો. રોજ કોઈની વાડીએ મજૂરી કરી જે કાઈ રૂપિયા આવે તેમાથી પોતાને જરુર પુરતા રાખી બાકીના વધારાના રૂપિયા ભગવાનનાં મંદિરે રાખી આવતો. પણ ભગવાન પાસે એક શરત રાખતો કે આ રૂપિયા મને ક્યારેક વ્યાજ સહીત પાછા આપજે. જગાના ઘરની પરિસ્થિતિ સારી એટલે ભણવા માટે તેં શહેરમાં ગયો.પણ જતા જતા ભગા ને કહ્યુ કે હુ તને એક દિવસ મારી સાથે શહેર લઇ જઈશ.હવે ભગો સાવ એકલો થઈ ગયો.
                          આજે એજ જગો શહેરથી આવાનો હતો જેની ભગો સવારથી રાહ જુવે છે. બપોરના ટાણે બસ ગામનાં પાદરમાં આવીને બસમાંથી તેનો જૂનો ભાઈબંધ જગો નહીં પણ જગદીશ સૂટ બુટ સાથે ઊતરે છે. ભગો તો ઘડીભર જગાને જોઇ રહે છે. બને એકબીજાને બથ ભરીને રડી પડે છે. પછી બને મિત્રો ઘરે જવાના બદલે સીધા તળાવની પાળે જાય છે કે જયાં બને રમતા હતાં. જગો શહેરની વાતો કરે છે. એટલે ભગો આ વખતે સાથે જવાનું મનોમન વિચારી લે છે.
                         ગામમાં જગાની વાહવાહ થાવા લાગી. જગાના બાપુ તેનાં વિવાહ નક્કી કરે છે. જગાનાં વિવાહમા ભગો સૌથી વધારે નાચે છે. થોડા દિવસ પછી જગો શહેર જાવા નીકળે છે પણ આ વખતે તેં ત્રણ જણા શહેર જાય છે ભગો, જગો અને જગાની  પત્ની. જગદીશ હોટેલમાં ભગા ને વેઈટરનું કામ અપાવી દે છે. પણ મોટી હોટેલમાં ભગાને અંગ્રેજી કે હિન્દી બોલતાં ન આવડતું હોવાથી તેને માત્ર ટેબલ સાફ કરવાનું અને થાળીઓ એકઠી કરી કિચનમાં મુકવા જવાનું કામ સોંપવામાં આવ્યુ. ભગો જગાના ઘરે રહેતો અને હૉટ્લનુ કામ કરતો. ભગો કોઈ દિવસ પગાર લેતો કે પૂછતો પણ નહીં તેને તો વાડીમાં મજૂરી કરવા કરતા આ કામ સારુ લાગતુ અટલે હોટેલના વેઈટરનાં કપડામા પણ કોઈ દિવસ ડાઘ પડવા દેતો નહીં.
                  એકવાર હોટેલમાં શહેરના મોટા વેપારી જમવા માટે આવે છે. ભગો ટેબલ સાફ કરી થાળીઓ લઇ જવા જાય છે ત્યાં તેં વેપારી સાથે અથડાતા વેપારીના કપડા ગંદા થાય છે. જેમ સિંહ હરણાં પર તુટી પાડે તેમ વેપારી ભગાને બે તમાચા ગાલ પર ચોડી દે છે. ભગાનાં ગાલ પર પાંચ  આંગળીઓના નિશાન પડી જાય છે. ભગો વેપારીનાં પગમાં પડી માફી માંગે છે. હૉટલનો મેનેજર એટ્લે કે જગદીશ તેનાં વતી માફી માંગે છે પણ વેપારી તેનુ એક જ રટણ ચાલુ રાખે છે કે આ હોટેલના ચેરમેનને બોલાવો અને આને નોકરી માંથી કાઢી મુકો. છેવટે વેપારીની જીત થાય છે ભગાને નોકરી માંથી કાઢી મુકે છે. સાંજે જગો આવીને કહે છે કે હુ તને બીજી નોકરી શોધી આપીશ તુ ચિંતા કરમાં મારુ ઘર એ તારું જ ઘર છે ને. દિવસો પસાર થતા ગયા પણ ભગાને નોકરી મળી નહી. પરંતુ જગા અને તેની પત્ની વચ્ચે રોજ ભગાને લઇને બોલાચાલી વધતી ગઇ. છેવટે જગો ભગાને થોડા રૂપિયા આપી ગામડે જાવા સમજાવે છે અને નોકરી મળી જશે એટ્લે હુ તને બોલાવીશ. ભગો પોતાનો સામાન લઇને નિકળી પડે છે આમ પણ ભગાનાં સામાનમા બે જોડી કપડા ને હનુમાનજીની મુર્તિ લઇને નિકળી પડે છે.
                   ભગો ગામડે પાછા ન જવાનું નક્કી કરી જગાનાં ઘરેથી નિકળી શહેરના રસ્તે ચાલવા લાગ્યો. છેવટે થાકી શહેરની બહાર પાણીની પાઇપ લાઈન નાખવાનું કામ ચાલુ હતુ તો રાતે પાણીની પાઇપ લાઇનમા સૂઈને બે દિવસ પસાર કરે છે. હવે તેની પાસે જમવાના પણ રૂપિયા ન હતા. એક રાત્રે ભગાએ થાકીને હનુમાનજીની મુર્તિ સામે મુકી પોતે જેટલા પણ રૂપિયા ભગવાનને આપ્યાં હતાં તેં વ્યાજ સહીત પાછા આપવા માટે પ્રથાના કરી અંતે થાકી મૂર્તિનો બાજુનાં ખાડામાં ઘા કરી દે છે. જાણે ભગવાન પણ કાંઇક આપવા માંગતો હોય તેમ મુર્તિ કોઇક વસ્તુ સાથે અથડાય છે તેનો અવાજ સંભાળી ભગો રોડ પરથી આવતાં આછા પ્રકાશમાં ખાડામાં જોવે છે તો કાંઇક પેટી જેવી વસ્તુ દેખાય છે. ખાડામાં ઉતારી ભગો પેટી અને મુર્તિ બને શોધી બહાર કાઢે છે. પેટી ખોલી તો તેમાંથી જાણે ભગવાને ભગાને તેનાં રૂપિયા અનેક ગણા કરી આપ્યાં હોય તેમ તેમાંથી સોનાના સિક્કા નીકળે છે.
                    બીજે દિવસે ભગો તે પેટી અને મુર્તિ લઇને જે પહેલી બસ આવી તેમાં બેસી નીકળી પડે છે.અંતે તેં મુંબઈ પહોચી સોનાનો વહીવટ કરે છે. હવે તેની પાસે તેને જે કરવું હોય તેં કરી શકે તેટલાં રૂપિયા હતાં. પણ ભગાને તો હોટેલમાં જ રસ હતો. મુંબઇમાં એક આલીશાન હોટેલ બનાવે છે. થોડા સમયમાં તેની હોટેલ પ્રખ્યાત બની જાય છે. મોટા મોટા વેપારી,એક્ટર,નેતા તેની હોટેલમાં રહેવા તથા જમવા આવવા લાગ્યા. હવે ભગો પણ ભગા માંથી મિસ્ટર ભાવેશ બની ગયો.
            ઍક દિવસ ભાવેશ ઓફીસ માંથી બહાર નીકળવા જાય છે. તો તેનુ ધ્યાન ઍક છેલ્લાં ટેબલ પર જમતા વ્યક્તિ પડે છે. ભાવેશ આ વ્યક્તિ ને ઓળખી જાય છે. તેને જમી લીધાં પછી તેનુ બિલ આપવા તેં પોતે જાય છે. બિલમાં પેઈડનો સિક્કો જોય તેં વ્યકતિ આચાર્યચકીત થઈ ને તેની સામે જોવે છે. પણ તેં ભાવેશને ઓળખતો નથી પણ ભાવેશ તેને ઓળખી જાય છે ને બધી વાત કરે છે કે શેઠ જો તમે મને બે તમાચા નાં માર્યા હોત તો આજે હુ અહિયાં સુધી નાં પહોંચ્યો હોય. આ બિલ ચૂકવીને હુ તમારા બે તમાચાનું ઋણ ચુંકવૂ છું. શેઠ પણ ભગા એટ્લે કે ભાવેશને શાબાશી  આપી ત્યાંથી કાંઇક બોલતાં બોલતાં ચાલ્યા જાય છે કે જિસ મુરત કો જેહની ઓર હથોડી કા ડર લાગતા હો વો કભી મુરત નહીં બન સકતી.......

લેખક કિશોર લકુમ 

3 comments: